Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા તૈયાર, આજે ઈતિહાસ રચવાનો મોકો

અંડર-19 ભારતીય મહિલા ટીમ હવે વર્લ્ડ ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર છે. શેફાલી વર્માની આગેવાની હેઠળની આજે સાંજે મેચ રમશે. આજનો દિવસ ટીમ ઈન્ડિયા માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. ભારતની મહિલા ટીમ રવિવારે એટલે કે આજે અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઈનલ રમશે. તેની સામે ઈંગ્લેન્ડ મોટો પડકાર છે. પણ આજે ટીમ ઈન્ડિયાને જીત મેળવવાની મોટી તક મળી છે, જ્યાં શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા
t20 ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા તૈયાર  આજે ઈતિહાસ રચવાનો મોકો
અંડર-19 ભારતીય મહિલા ટીમ હવે વર્લ્ડ ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર છે. શેફાલી વર્માની આગેવાની હેઠળની આજે સાંજે મેચ રમશે. આજનો દિવસ ટીમ ઈન્ડિયા માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. ભારતની મહિલા ટીમ રવિવારે એટલે કે આજે અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઈનલ રમશે. તેની સામે ઈંગ્લેન્ડ મોટો પડકાર છે. પણ આજે ટીમ ઈન્ડિયાને જીત મેળવવાની મોટી તક મળી છે, જ્યાં શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવા માટે નીકળશે.
Advertisement

ઐતિહાસિક જીત મેળવવાનો મોકો
ત્યારે ભારતીય અંડર 19 મહિલા ટીમનુ સુકાન શેફાલી વર્મા સંભાળી રહી છે. શેફાલી ભારતીય મહિલા સિનિયર ટીમનો હિસ્સો છે. શેફાલી વર્મા પાસે વિશ્વ ચેમ્પિયન બનવાનો મોકો છે. અત્યાર સુધી ભારતીય મહિલા ટીમ એક પણ વાર વિશ્વ ચેમ્પિયન બની શકી નથી. હવે આ કામ કરી ઐતિહાસિક જીત મેળવવાનો મોકો શેફાલી વર્માના હાથમાં છે.

શેફાલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે પ્રતિબદ્ધ
તમને જણાવી દઈએ કે ભારતની વરિષ્ઠ મહિલા ટીમ ત્રણ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ફાઇનલ જીતી શક્યુ નથી. ભારત 2005માં ઓસ્ટ્રેલિયા સામે 98 રને, ઈંગ્લેન્ડ 2017માં નવ રને અને 2020ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 85 રને હારી ગયું હતું. રોહતકનો 19 વર્ષીય યુવાન અને અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન બે વર્લ્ડ કપ સિવાય ગયા વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ટીમનો પણ ભાગ હતો. હવે તે આ તક પોતાના હાથમાંથી જવા દેવા માંગતી નથી.
મેચ પહેલા શેફાલીએ ટીમને આપી સલાહ
શેફાલીએ ફાઈનલ પહેલા પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હા, અમે ઘણી ફાઈનલ રમી છે. મેદાન પર જવું અને તમારી રમતનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે. મેં સાથી ખેલાડીઓને પણ કહ્યું છે કે ટેન્શન ન લો, ફક્ત તમારું 100% આપો, એવું ન વિચારો કે તે ફાઈનલ છે. ફક્ત તમારી જાત પર વિશ્વાસ કરો.
ફાઈનલ પહેલા નીરજ ચોપરાએ ટીમ સાથે કરી મુલાકાત
ICCએ પ્રથમ વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું છે. આ રીતે ભારતીય ટીમ પાસે પ્રથમ વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ફાઈનલ મેચના એક દિવસ પહેલા ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ભારતીય મહિલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.
ભારત અને ઈંગ્લેન્ડની ટીમો
ભારત: શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, ગોંગડી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહડિયા, રિચા ઘોષ, રિશિતા બસુ, ટિટાસ સાધુ, મન્નત કશ્યપ, પાર્શ્વી ચોપરા, સોનમ યાદવ, શબનમ, ફલક નાઝ અને યશશ્રી સોપધંધી.
ઈંગ્લેન્ડઃ ગ્રેસ સ્ક્રિવેન્સ, એલી એન્ડરસન, હેન્નાહ બેકર્સ, જોસી ગ્રોવ્સ, લિબર્ટી હીપ, નિયામ હોલેન્ડ, રેયાના મેકડોનાલ્ડ-ગે, એમ્મા માર્લોવ, ચેરિસ પાવલે, ડેવિના પેરીન, લિઝી સ્કોટ, સેરેન સ્મેલ, સોફિયા સ્મેલ, એલેક્સા સ્ટોનહાઉસ અને મેડી વો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.